મોસમ વિભાગ દ્વારા રવિવારે જાણકારી આપવામાં આવી છે કે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકના જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ સુધી હળવો વરસાદ થઈ શકે છે અને આ દરમિયાન ભારે પવન સાથે મેઘ ગર્જના પણ થઈ શકે છે.
મુંબઈમાં વરસાદે કાળો કેર મચાવી દીધો છે. સતત બે દિવસથી ભારે વરસાદને લઈને ચારે બાજુ પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. ચાલવાની પણ જગ્યા નથી, રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાઈ ગયું છે. આઈ એમ ડી બી એટલે કે ભારત મોસમ વિભાગ દ્વારા 8 જુલાઈ ના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
મુંબઈમાં મધ્યરાત્રી એક વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી એટલે કે છ કલાક માં 300 MM જેટલો વરસાદ વરસ્યો છે, જેને લઈને શહેરમાં પાણી ભરાઈ ગયા છે. જનજીવન સ્થિર થઈ ગયું છે, સ્કૂલો અને કોલેજો માં રજાઓ જાહેર કરવામાં આવી છે. લોકલ મેટ્રો પણ બંધ કરવામાં આવી છે.
આગામી હવામાન કેવું રહેશે
ઇન્ડિયન મોસમ વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે મધ્ય મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણમાં હજી આગામી પાંચ દિવસ સુધી વરસાદ થઈ શકે છે અને સાથે સાથે ભારે પવન પણ કહી શકે છે. મધ્ય મહારાષ્ટ્રમાં 9 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે. મોસમ વિભાગ દ્વારા 8 જુલાઈએ આગાહી આપવામાં આવી હતી એ મુજબ ભારે વરસાદ થઈ ગયો છે.
Gujarat Rain Forecast Today
ભારે વરસાદના લીધે ટ્રેનો રદ
સમાચારમાં મુજબ માહિતી મળી છે કે મુંબઈ ડિવિઝનની અલગ અલગ રેલ્વે સ્ટેશન પર પાણી ભરાઈ જવાથી નીચે આપેલી ટ્રેનો રદ કરવામાં આવી છે.
1) 12110 (MMR-CSMT)
2) 11010 (PUNE-CSMT)
3) 12124 (PUNE CSMT DECCAN)
4) 11007 (PUNE-CSMT DECCAN)
5) 12127 (CSMT-PUNE INTERCITY EXP)
વરસાદ ના લીધે લાંબા અંતરવાળી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. મહારાષ્ટ્રના કલ્યાણ અને કસારા સ્ટેશન ઉપર વરસાદના પાણી ભરાઈ જવાથી લાંબા અંતરની ટ્રેનોના માર્ગમાં પરિવર્તન કરવામાં આવે છે. અમુક ટ્રેનોના સમયમાં બદલાવ કરવામાં આવે છે. અમુક ટ્રેનોનું યાત્રા નાની કરી દેવામાં આવી છે. મધ્ય રેલવેના અધિકારીઓ દ્વારા જાણકારી મળી છે કે હજી પણ વરસાદ થશે તો ટ્રેનના સમયમાં ફેરફાર થઈ શકે છે.
સારાંશ
આ લેખમાં અમે તમને મુંબઈમાં વરસાદના લીધે થયેલી હાલત અને મુંબઈમાં વરસાદની આગાહી વિશેની સંપૂર્ણ માહિતી આપી છે. આ વેબસાઈટ ની વારંવાર મુલાકાત લેતા રહો કેમ કે અમે વરસાદ અને હવામાનને લગતી માહિતી ની અપડેટ આપતા રહીએ છીએ.