ગુજરાતમાં કેટલાક દિવસથી વરસાદ વિરામ લીધો છે. હમણાં મેઘરાજા રજા ઉપર ગયેલા લાગે છે કેમકે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જરાય છાંટો વરસાદ થયો નથી. Upcoming cyclone in Gujarat 2024
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડીયા હવામાન વિભાગે આજે એક નવી આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહેશે અને આગામી બે દિવસમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
અમરેલી ભાવનગર જૂનાગઢમાં આગામી બે દિવસમાં બે ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ આવવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમગ્ર ગુજરાતના વરસાદની આગાહી કરવામાં આવી છે.
પરેશ ગોસ્વામી વરસાદની આગાહી: 4-4 સિસ્ટમ સક્રિય થઇ જતા આ જિલ્લામાં પડશે વરસાદ
સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી વરસાદે સારી બેટિંગ કરી છે અને છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા સાવ ઠંડા પડી ગયા છે પરંતુ ફરીથી હવામાન વિભાગ ગાંધીનગર દ્વારા 11 જુલાઈ 2024 થી 13 જુલાઈ 2014 દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને દરિયાથી દૂર રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ 14 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે એવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 2 દિવસથી ગરમીનું વાતાવરણ
ગુજરાતમાં 6 જુલાઈ થી આઠ જુલાઈ દરમિયાન હુંફાળું વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ જોવા મળ્યું છે અને બે દિવસથી બફારો પણ જોવા મળ્યો છે જેને લઈને આગામી બે દિવસમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પણ થઈ શકે છે.
ન્યુઝ મુજબ મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે અધિકારી વરસાદ રહેશે અને સાથે સાથે ભારે પવન પણ ભૂંકાઈ શકે છે.
સારાંશ
આ લેખમાં અમે તમને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી સમયમાં કઈ કઈ તારીખે વરસાદ આવી શકે છે તેની સંભાવનાઓ દર્શાવેલી છે. જુનાગઢ યુનિવર્સિટી દ્વારા પણ હવામાનની આગાહી કરવામાં આવી હતી તેની પણ વિગતવાર માહિતી આપી છે. વરસાદ ને લગતી કોઈપણ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી આ વેબસાઈટની વારંવાર મુલાકાત લેતા રહો.