Gujarat Rain Forecast Today: સાચવજો આજે મેઘરાજા આભ ફાડશે, આ જિલ્લા આવી શકે છે પૂર

દેશના અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સક્રિય થયેલ મોજાઓના લીધે સમગ્ર દેશમાં વરસાદી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવા સમયે ગુજરાતના આ આઠ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ આપવામાં આવી છે.

Gujarat Rain Forecast Today

ખાસ કરીને 11 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન આ જિલ્લાઓમાં ચાર ઇંચ થી આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. આજે આ લેખમાં જાણીશું કે કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે અને કયા કયા જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે ચાર દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ફરી ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદની અતિ ભારે આગાહી કરવામાં આવી છે. તારીખ 11 જુલાઈ 2024 થી તારીખ 13 જુલાઈ 2024 દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. જેમાં ખાસ કરીને ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.

8 જિલ્લામાં 8 ઈંચ સુધી વરસાદની શક્યતા

ગુજરાતના આ 13 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

વલસાડ સુરત નવસારીમાં ચાર ઇંચ થી આઠ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે તેમજ ડાંગ તાપી નરમદામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. છોટાઉદેપુર, દાહોદ, ભરૂચમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે અરવલ્લી અને મહીસાગરમાં પણ બે ઇંચ થી ચાર ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે.

સારાંશ 

હવામાન વિભાગ દ્વારા દરરોજની વરસાદની આગાહી આપવામાં આવે છે. તેઓ X  ઉપર રોજે ભારે વરસાદની ચેતવણીની આગાહી ની અપડેટ અપાતા હોય છે એટલે તમે ગુજરાત હવામાન નું X ચેક કરીને રોજની માહિતી મેળવી શકો છો. તમે વરસાદ અને હવામાનને લગતી માહિતી મેળવવા માગતા હોય તો અમારી આ વેબસાઈટ https://varsadniagahi.com/ ની વારંવાર મુલાકાત લેતા રહો

Leave a Comment