POCO M6 5G ની કિંમત, અમદાવાદ: હાલનો સમય 5G નો છે અને લોકો ને ઓછા બજેટમાં સારી કેમેરા કવોલિટી વાળો ફોન બહુ ગમે છે તો આજે તમારા માટે એવો જ એક ફોન લઇ ને આવ્યા છીએ જેનું નામ છે POCO M6 5G.
POCO M6 5G ડિસ્પ્લે
POCO M6 5G ફોનમાં 6.74 ઇંચનું ડિસ્પ્લે છે જે તમને વધુ સારો વિઝ્યુઅલ અનુભવ આપે છે. આ ઉપરાંત, 90Hzનું રિફ્રેશ રેટ ગેમિંગ અને વિડિયો જોવા માટે વધુ સ્મૂથ બનાવે છે.
આ પણ વાંચો
- બધા ફોનની વાટ લગાવા Nokia 5G ફોન લોન્ચ, મળશે 200MP કેમેરા અને AI ફીચર્સ
AI ફીચર્સ અને દમદાર લુક સાથે iPhone 16 થયો લોન્ચ, જાણો કિંમત
POCO M6 5G વિશિષ્ટતાઓ
આ ફોનમાં MediaTek Dimensity 6100+ ચિપ લગાવેલી છે જે ખૂબ જ ઝડપી છે. આ ફોનમાં 8GB સુધીની રેમ અને 256GB સુધીની સ્ટોરેજ પણ મળે છે.
POCO M6 5G કેમેરા
POCO M6 5G એક એવો 5G સ્માર્ટફોન છે જે ફોટો પાડવાના શોખીનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ફોનમાં પાછળના ભાગમાં 50 મેગાપિક્સલનો પ્રાથમિક કેમેરા અને એક વધારાનો કેમેરા આપવામાં આવ્યા છે. આ કેમેરાની મદદથી તમે સારી ગુણવત્તાવાળા ફોટા અને વીડિઓઝ રેકોર્ડ કરી શકો છો. આ ઉપરાંત, આ ફોનમાં આગળના ભાગમાં 5 મેગાપિક્સલનો AI સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે, જેનાથી તમે પ્રોફેશનલ સેલ્ફી પડી શકો છો.
POCO M6 5G બેટરી
POCO M6 5G બેટરી વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી છે. જે 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ ફીચરને સપોર્ટ કરે છે.
POCO M6 5G કિંમત
આ ફોન પર હાલમાં સારી ઓફર્સ મળી રહી છે. 4GB રેમ અને 128GB સ્ટોરેજવાળા આ ફોનની કિંમત માત્ર ₹8,998 છે, જ્યારે 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા ફોનની કિંમત ₹₹9998 છે .