AI ફીચર્સ અને દમદાર લુક સાથે iPhone 16 થયો લોન્ચ, જાણો કિંમત

લાંબા સમય પછી ફાઈનલી એપલે iPhone 16 લોન્ચ કરી દીધું છે. આ નવા સ્માર્ટફોનમાં નવી કેમેરા ડિઝાઇન, અનેક AI ફીચર્સ અને વિવિધ રંગ વિકલ્પો સાથે એકદમ નવો અનુભવ આપવામાં આવ્યો છે. ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ આ ફોનમાં અલ્ટ્રામરીન, ટીલ, પિંક, વ્હાઇટ અને બ્લેક જેવા આકર્ષક રંગો તમને ચોક્કસ ગમશે.

iPhone 16 ની કિંમત  

iPhone 16 અને iPhone 16 Plus બંને ત્રણ સ્ટોરેજ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.

  • 128GB સ્ટોરેજવાળા iPhone 16ની કિંમત ₹79,999 છે.
  • 256GB સ્ટોરેજવાળા મોડલની કિંમત ₹89,999 છે.
  • 512GB સ્ટોરેજવાળા મોડલની કિંમત ₹1,09,999 છે.

iPhone 16 ની ડિસ્પ્લે 

iPhone 16માં 6.1 ઇંચની ડાયનેમિક આઇલેન્ડ OLED ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લે 2,000 nits સુધીની બ્રાઇટનેસ અને HDR 10 સપોર્ટ સાથે આવે છે. આનો અર્થ એ છે કે તમને તમારા ફોન પર ખૂબ જ સ્પષ્ટ અને નેચરલ રંગો જોવા મળશે.

આ પણ વાંચો 

iPhone 16 Specifications

iPhone 15 કરતાં iPhone 16માં તમને વધુ પાવર અને અનેક નવી શાનદાર સુવિધાઓ મળશે.

નવી ઓપરેટિંગ સિસ્ટમ

  • iPhone 16માં તમને નવીનતમ iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

પાવરફુલ પ્રોસેસર:

  • iPhone 16માં Appleનું નવું A18 Bionic પ્રોસેસર છે, જે 6-કોર CPU સાથે આવે છે. આ પ્રોસેસર iPhone 15 કરતાં ઘણું ઝડપી છે.

વધુ સ્ટોરેજ:

  • iPhone 16માં તમને 512GB સુધીની સ્ટોરેજની પસંદગી મળશે.

iPhone 16 ના કેમેરા 

iPhone 15 કરતાં iPhone 16માં કેમેરાની ડિઝાઇનમાં ઘણો બદલાવ જોવા મળે છે.

પાછળનો કેમેરો: iPhone 16માં પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આમાં 48MPનો પ્રાઇમરી કેમેરો અને 12MPનો ટેલિફોટો કેમેરો છે. આ કેમેરાની મદદથી તમે ખૂબ જ સ્પષ્ટ અને તીક્ષ્ણ તસવીરો ખેંચી શકશો.

આગળનો કેમેરો: iPhone 16માં આગળના ભાગમાં 12MPનો સેલ્ફી કેમેરો છે. આ કેમેરાની મદદથી તમે સુંદર સેલ્ફી અને વીડિયો બનાવી શકશો.

iPhone 16 ની બેટરી 

iPhone 16 સિરીઝમાં પાવરફુલ પ્રોસેસર, અદ્ભુત કેમેરા અને હવે, ખૂબ જ લાંબો સમય ચાલતી બેટરીનો પણ સમાવેશ થાય છે. iPhone 16માં 3,561mAh અને iPhone 16 Plusમાં 4,006mAhની બેટરી આપવામાં આવી છે.

Leave a Comment