IMD Weather Forecast Today: દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં ભુક્કા કાઢી નાખે એવો વરસાદ, 28 રસ્તા બંધ

ભારતના આજના મોસમ વિશે વાત કરીએ તો દેશના બધા જ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને હાલમાં દિલ્હીમાં બહુ ભયંકર વરસાદ ચાલુ છે તેમજ હિમાચલ પ્રદેશમાં પણ વરસાદે જોરદાર બેટિંગ કરી છે.

નેપાળમાં ઘણા સમયથી લગાતાર વરસાદ ચાલુ છે જેના લીધે નેપાળમાં કોશી બરાજના 56 દરવાજા ખોલી નાખ્યા છે, જેના લીધે બિહારની કોશી નદીમાં બહુ પાણી આવી ગયું છે અને બિહારના ઘણા બધા જિલ્લાઓમાં પુર આવવાની શક્યતાઓ વધી ગઈ છે.

દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ

દિલ્હી એનસીઆર માં સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સતત બે દિવસથી વરસાદ પણ ચાલુ છે. મોસમ વિભાગે બુધવારે વરસાદને લઈને એલર્ટ જારી પણ કર્યું હતું.

મુંબઈમાં પણ લગાતાર વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયું છે અને ઘણા બધા વિસ્તારોમાં પાણી પણ ફરી વળ્યા છે બીજી બાજુ યુપી અને ઉત્તરાખંડમાં પણ બહુ વધારે વરસાદ છે.

ઉતરાખંડના અલગ અલગ જગ્યા ઉપર ઘણા બધા લોકોની વરસાદમાં લીધે મોત પણ થઈ છે. ઉત્તરાખંડમાં વરસાદના લીધે ઘણી બધી જગ્યાએ પહાડ પણ તૂટી પડ્યા છે જેના લીધે ઘણું બધું નુકસાન થયું છે અને જીવન વિખરાઈ ગયું છે.

આ પણ વાંચો 

આજનું હવામાન: આ રાજ્યોમાં પડી શકે છે વરસાદ

મોસમ વિભાગ દ્વારા 10 જુલાઈ થી 14 જુલાઈ સુધી અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં બહુ વધારે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ઝારખંડમાં 11 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમ જ ઓરિસ્સામાં 12 જુલાઈ થી 14 જુલાઈમાં ભારે વરસાદની સંભાવનાઓ છે જેને લઈને રાજ્યમાં ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.

આઈએમડીબી ના વૈજ્ઞાનિક સોમા સેન એ આપી આગાહી

આઈએમડીબી ના વૈજ્ઞાનિક સોમા સેન એ કહ્યું છે કે બંગાળની ખાડીમાં હજી મોનસુનની સપાટી યથાવત છે. જેના લીધે ઉત્તર ભારતમાં ભેજવાળું વાતાવરણ રહી શકે છે અને ઉત્તર ભારત અને પૂર્વ ભારતમાં વરસાદ આવવાની સંભાવના રહેલી છે. આવતીકાલે સિક્કિમ અને મેઘાલયમાં વરસાદ આવી શકે છે.

હવામાન વિભાગે ઉત્તર બંગાળમાં 13 જુલાઈથી મુશળધાર વરસાદની આગાહી કરી છે જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડવાના લીધે પુરનું જોખમ પણ વધી ગયું છે જેને લઈને રાજ્ય દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે.

ઉતરાખંડમાં વરસાદે વિનાશ સર્જ્યો

ઉતરાખંડમાં વરસાદે વિનાશ સર્જ્યો છે. છેલ્લા ઘણા દિવસે સતત વરસાદના લીધે પહાડો તૂટવાના સમાચાર આવી રહ્યા છે અને જેના લીધે ઘણા બધા લોકોની મોત પણ થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે થોડા સમય પૂરતો ઉત્તરાખંડમાં વરસાદની રાહત થઈ શકે છે અને હળવો વરસાદ થઈ શકે છે.

સારાંશ 

આ લેખમાં અમે તમને ભારતના કયા કયા રાજ્યોમાં વરસાદ થઈ શકે છે અને પરસાણા લીધેલી શું શું નુકસાન થયું છે તેની વિગતવાર માહિતી આપી છે આઈ એમ ડી બી ની વરસાદ ની આગાહી વિશે પણ અહીંયા માહિતી આપી છે તમે પણ વરસાદ અને હવામાનની આગાહી વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માગતા હો તો વારંવાર અમારી આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.

Leave a Comment