ગુજરાત રાજ્યમાં 30 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના લીધે ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદ 30 જૂન સુધી થઈ શકે છે.
રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં સતત વરસાદ થઈ શકે છે. આજે અમદાવાદ, નવસારી, વલસાડ, ગાંધીનગર વગેરે જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 29 જૂન અને 30 જૂન સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે થી અતિ ભારે અધિકારી વરસાદ પણ થઈ શકે છે.
આજે અમદાવાદમાં પવન સાથે વરસાદ થયો છે અને જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે બનાસકાંઠા જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે.
Gujarat Rain News Today । 30 જૂન વરસાદની આગાહી
- 29 જૂનના રોજ નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, ડાંગ, દાદરા નગર હવેલી જેવા દક્ષિણ ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
- 30 જૂન ના રોજ મધ્ય ગુજરાતમાં એટલે કે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ વિસ્તારમાં પવન સાથે વરસાદ થઈ શકે છે.
- 1 જુલાઈના રોજ વલસાડ, દમણ દ્વારકા, જુનાગઢ, પોરબંદર, જામનગર જેવા દરિયાઈ વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
- 2 જુલાઈના રોજ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને આખા ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી ના લીધે સાચવેતી
રાજ્યમાં વરસાદી માહોલ અને વરસાદની આગાહી સાથે સાથે ભારે પવનની ગતિ વધવાને લીધે માછીમારોની દરિયો ન ખેડવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં સૂચના આપવામાં આવી છે, તેમજ દરિયાઈ ભાગમાં રહેતા લોકોને દરિયાના વિસ્તારથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધીમાં અનેક જિલ્લામાં ભારતીય અતિ ભારે વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચો
અંબાલાલ પટેલની વરસાદની જુલાઈ મહિનાની આગાહી
હવામાન અંબાલાલ પટેલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. અંબાલાલ પટેલ ના અનુસાર અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના લીધે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે. ગુજરાતની સાથે સાથે ભારતના દક્ષિણ વિસ્તારોમાં પણ પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ગુજરાતમાં 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી ભારે વરસાદ આવવાની આગાહી આપવામાં આવી છે.
જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમ કે જામનગર, જુનાગઢ રાજકોટમાં ભારે વરસાદ આવે તેવી શક્યતાઓ છે.
5 થી 12 જુલાઈ વચ્ચે દેશના અલગ અલગ રાજ્યમાં પણ ભારે વરસાદની આવી શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં એટલે કે દરિયા કિનારના વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના લીધે દક્ષિણ વિસ્તારમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
સારાંશ
આ લેખમાં અમે તમને 30 જુલાઈ સુધીમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, જેની સંપૂર્ણ માહિતી આપી છે. તમારે સંપૂર્ણ માહિતી મેળવવા માટે ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત અવશ્ય લેવી.