ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત હવામાન વિશે મહત્વની માહિતી આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાતનું આજના હવામાન માં ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાતના હવામાનમાં વરસાદી પવન ચાલુ થઈ ગયા છે જેના લીધે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં આ પવનના લીધે વરસાદ આવી શકે છે.
તારીખ 9 થી 15 જુલાઈ 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ માં મધ્યમ વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજનું હવામાન કેવું રહેશે
અરબી સમુદ્રમાં વરસાદી પવનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના લીધે ગુજરાતના દરિયે કાંઠા ના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ આવવાની સંભાવનાઓ રહેલી છે.
ભારતીય હવામાન વિભાગ એ નીચે મુજબની માહિતી પણ શેર કરી છે.
- એક UAC ઉત્તર-પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈએ છે.
- એક UAC ઓડિશાના આંતરિક ભાગ પર છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઊંચાઈએ છે.
- એક UAC ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 થી 4.5 કિમી ઊંચાઈએ છે.
- એક UAC પંજાબ પર છે, જે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઊંચાઈએ છે.
ઓફ-શોર ટ્રફ:
- દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના દરિયાકાંઠે સક્રિય છે.
- સરેરાશ સમુદ્ર સપાટી પર સ્થિત છે.
શીયર ઝોન:
- હાલમાં આશરે 18°N પર સ્થિત છે.
- સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈએ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 જુલાઈ સુધી ની વરસાદ ની આગાહી
સમગ્ર જય રાજ્યમાં વરસાદ આવવાની શક્યતાઓ રહેલી છે. વરસાદની આગાહી મુજબ સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં તારીખ 9 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે જાપટા વરસાદ માધ્યમ વરસાદ અને isoleted વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.
તારીખ 11 જુલાઈથી 13 જુલાઈ વચ્ચે ગુજરાતમાં પવનનું જોર બહુ વધુ હશે અને આ પવન ઠંડો રહી શકે છે જેના લીધે લોકોને રાહત નો અનુભવ થશે.
Current Weather Conditions
દક્ષિણ ગુજરાત અને ઉત્તર કેરળના દરિયાકાંઠા પર સરેરાશ દરિયાઈ સપાટીએ ઓફ-શોર ટ્રફ યથાવત છે. ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે, પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર એક ચક્રવાતનું પરિભ્રમણ છે. આ પરિભ્રમણ 3.1 અને 7.6 કિમીની વચ્ચેની ઊંચાઈએ દરિયાની સપાટીથી ઉપર છે અને તે દક્ષિણપશ્ચિમ દિશામાં નમેલું છે.
દરિયાની સપાટીથી 4.5 અને 7.6 કિમીની વચ્ચે, 18°N ની આસપાસ એક શીયર ઝોન છે. આ ઝોન ઊંચાઈ સાથે દક્ષિણ તરફ નમેલું છે. મધ્ય ગુજરાત પર ચક્રવાતી પરિભ્રમણ દરિયાની સપાટીથી 4.5 કિમી ઉપર યથાવત છે.