Gujarat live updated: આજ 30 જૂનના બ્રેકિંગ ન્યુઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને એ વિવિધ સમાચારના ઉપદેશ મેળવવા માટે આ પેજની સતત રીફ્રેશ કરતા રહો
દેશને રાજ્યના મહત્વના સમાચારોની વાત કરીએ તો 17 વર્ષ T-20 વર્લ્ડ કપમાં ઇન્ડિયા ફરી વિશ્વ ચેમ્પિયન બન્યું છે અત્યંત રસાકસી ભારેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને કકચડી ભારતે વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી છે. દેશના અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો દિલ્હી સીએમ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસનો ના રિમાન્ડ પર મોકલ્યા છે. 3 દિવસની કસ્ટડી પૂર્ણ થતા CBI એ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, રાજ્યના હવામાનની વાત કરીએ તો આજથી સાત દિવસ સુધી સમગ્ર રાજ્યમાં આ હળવાથી મધ્યમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, આણંદ, ભરૂચ, નવસારી વરસાદમાં ભારે વરસાદની આગાહી છે
આવતીકાલનું હવામાન 2024: જાણો ગુજરાતનુ આવતીકાલનું હવામાન કેવું રહેશે
ભારે વરસાદની આગાહી ભાવનગરમાં NDRF ની ટીમો ખડે પગે તૈયાર થઈ છે
રાજ્યમાં ચોમાસુ બરાબરનું જમ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ઝરમર થી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે તંત્રએ આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારઓ કરી લીધી છે. ભાવનગરમાં હાલ NDRF ની 30 સભ્યોની ટીમ તૈયાર થઈને ખડે પગે ઉભી છે. સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF ની ટીમ સ્ટેન્ડ બાય છે
જૂનાગઢના ગાદોઈ ટોલનાકા પર માથાકૂટ ના મામલે PI સહિત 22 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ
જુનાગઢના ગાદોઇ ટોલનાકા પર માથાકૂટના મામલે એ કોડીનાર ના PI ભોજાણી શહીદ બાવી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. તમામ લોકો વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવે છે. PI સહિતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારી અને ટોલ કરમી વચ્ચે પોલીસ અધિકારીને કાર્ડ બનાવવાનું કહેતા માથાકૂટ થઈ હતી.