ગુજરાતમાં આજનું હવામાન: ગુજરાતના આ જિલ્લા માં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે

ગુજરાતમાં આગામી સાત દિવસમાં વરસાદી માહોલ જામવાનો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે ગુજરાતમાં 07 જુલાઈ 2024 અને 8 જુલાઈ 2024 ના રોજ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.

તેમજ આગામી સાત દિવસમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના લીધે દરિયાઈ ખેડવા જતા માછીમારો ને ગુજરાત સરકાર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે કે દરિયાથી દૂર રહેવું.

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર એક વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ આગળ વધી રહી છે, જેના લીધે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામી શકે છે. જેને કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે કે આ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ અમદાવાદમાં પણ વરસાદ વરસાવી શકે છે.

ગુજરાતમાં આજનું હવામાન

ગુજરાત રાજ્યમાં બે દિવસથી તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં ૩૧ ડિગ્રી સુધીનું તાપમાન તેમજ ભાવનગરમાં 34 સુધીનું મહત્તમ તાપમાન રહી શકે છે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તેમજ ગાંધીનગર અને અમદાવાદમાં 32 ડિગ્રી સુધીનું મહત્તમ તાપમાન રહી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, પર્યટકો માટે દક્ષિણ ગુજરાત આકર્ષનું કેન્દ્ર બન્યું

આગામી બે દિવસ પછી ધીમે ધીમે વરસાદી માહોલ જામશે અને તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હાલમાં અમદાવાદમાં ભારે ગરમીનો મહાલ જામી ગયો છે અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે, જેના લીધે લોકો પરેશાન થઈ ગયા છે અને તેઓ વરસાદની રાહ જોઈને બેઠા છે. આગામી સાત દિવસ સુધીમાં હવામાન વિભાગ કરવામાં આવી છે કે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વરસાદ આવી શકે છે અને મોટાભાગના વિસ્તારમાં આ વરસાદ હળવો રહેશે જેમાં દક્ષિણ ગુજરાત અને જુનાગઢ ગીર સોમનાથ દ્વારકા બાજુમાં ભારે વરસાદ આવી શકે છે.

આજે એટલે કે સાત જુલાઈ ના રોજ અમદાવાદમાં જગન્નાથની યાત્રા શરૂ થઈ ગઈ છે અને ગરમીના માહોલ હોવાથી લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. લોકો એવું વિચારે છે કે વરસાદ આવે તો સારું થોડું ઠંડકનો અનુભવ થાય પરંતુ હાલમાં જગન્નાથની યાત્રામાં લોકો પૂરજો દોસ્તી જોડાઈ રહ્યા છે અને ગરમી હોવા છતાં પણ લોકો આ યાત્રા અને સપોર્ટ કરી રહ્યા છે.

સારાંશ  

આ લેખમાં અમે તમને ગુજરાતના હવામાન વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી. કયા જિલ્લામાં કેટલો વરસાદ થઈ શકે છે અને હાલમાં ગુજરાતમાં કયા જિલ્લામાં કેવું તાપમાન છે તેના વિશે માહિતી આપી છે. તમે પણ વરસાદ અને હવામાન વિભાગની માહિતી વિશે માહિતી મેળવવા માગતા હોય તો અમારી https://varsadniagahi.com/ વેબસાઈટની મુલાકાત લેતા રહો

Leave a Comment