ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ ભરતી બહાર પાડી છે
વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ને અંતર્ગત આવતી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપની એ ભરતી બહાર પડી છે કંપનીએ પ્રોજેક્ટ કોર્ડીનેટર ની પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઇન અરજી મંગાવી છે
સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર ભરતી માટે પોસ્ટ ની વિગત શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખ અરજી કરવાનો પ્રકાર પગાર ધોરણ નોકરી પ્રકાર સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારે આર્ટીકલ નંદ સુધી વાંચો
STBI ભરતી 2024 માટે મહત્વની વિગતો
સંસ્થા સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇનકુબેટર પોસ્ટ પ્રોજેક્ટ કોઓર્ડીનેટર જગ્યા એક નોકરી નો પ્રકાર કરાર આધારિત વયમર્યાદા 39 વર્ષ વધારે નહીં એપ્લિકેશન ઓનલાઇન અરજી કરવાની રહેશે અને છેલ્લી તારીખ 29 ઓગસ્ટ રહેશે
STBI ભરતી પોસ્ટ ની વિગતો
ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલેટ ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ પ્રોજેક્ટ કોર્ડીનેટર ની એક જગ્યા માટે ભરતી બહાર પાડી છે આ ભરતી કરાર આધારિત થનારી છે
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિજ્ઞાનના કોઈપણ વિષય જેવા કે ભૌતિક શાસ્ત્ર અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા બાયોમેડિકલ ઉપકરણોમાં ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે માસ્ટર ડિગ્રી શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારે આલેખમાં આપેલ સત્તાવાર નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચો
વય મર્યાદા અને પગાર ધોરણ
સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર ભરતી માટે ઉમેદવારોની ભય મર્યાદા ની વાત કરીએ તો અરજી કરવાની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને પસંદ થયેલા ઉમેદવાર 50000 રૂપિયા મહિને ફિક્સ પગાર મળશે
કેવી રીતે અરજી કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારે પહેલા સંસ્થાની વેબસાઈટ પર જવું
- ત્યારબાદ અનાઉન્સમેન્ટ પર જઈને ઓપોર્ચ્યુનિટી પર ક્લિક કરવું
- જેમાં નીચે એપ્લાઈ ના વિકલ્પ પર ક્લિક કરવાથી ફોર્મ ખુલશે
- ફોર્મ ખુલ્યા બાદ તેમાં માંગે મુજબની માહિતી ભરીને સબમીટ પર ક્લિક કરવું
- ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ કાઢી લેવી