યુવાનો માટે નોકરીની સુવર્ણ તક 18 કંપનીઓ હવે તમારા દ્વારે

મહેસાણા જિલ્લામાં તારીખ 27 સપ્ટેમ્બરના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આઠ કંપનીઓ હાજર રહેશે અને ઉમેદવારોને પસંદગી કરશે

મહેસાણા જિલ્લાના રોજગારી સુખ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર મહેસાણા ના સંયુક્ત ઉપક્રમે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

મહેસાણા જિલ્લા રોજગાર કચેરી અને કૌશલ્ય વર્ધન કેન્દ્ર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળો તારીખ 27 9 2024 શુક્રવારે મહેસાણા ના કૌશલ્ય વર્ધન કેન્દ્ર પ્લોટ નંબર 226 ગેટ નંબર 2 દેદીયાસન સીઆઇડીસી મોઢેરા રોડ મહેસાણા 334 002 સવારે 10:30 કલાકે રાખવામાં આવ્યો છે

જેમાં 12 પાસ ગ્રેજ્યુએટ આઈટીઆઈ પાસ ડિપ્લોમા સુધીની લાયકાત ધરાવતા રોજગાર ઉમેદવારો આ રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે વહી મર્યાદા 18 થી 45 વર્ષની રહેશે આ ભરતી મેળામાં આઠ કંપનીઓ હાજર રહેવાની છે

આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે જેમાં ભાગ લેવા માટે 27 સપ્ટેમ્બર 2024 શુક્રવારે સવારે 10:30 કલાકે કૌશલ્ય વર્ધન કેન્દ્ર મહેસાણા પ્લોટ નંબર 226 ગેટ નંબર 2 જીઆઇડીસી મોઢેરા રોડ મહેસાણા ખાતે રહેવાનું રહેશે

રોજગાર મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારે સર્વ ખર્ચિત રહેવાનું રહેશે નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ત્રણથી ચાર નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે ભરતી મેળામાં ભાગ લેવા માટે તમારે તેની વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે

Leave a Comment