પોલીસ ભરતી ની તૈયારી કરી રહેલા ઉમેદવાર માટે મોટા સમાચાર આવી ગયા છે ભરતી પ્રક્રિયા માટે પરીક્ષાથી લઈને આખરી પરિણામ જાહેર કરવા સુધીનું અંદાજ સમયપત્રક સામે આવી ગયો છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 12,476 જગ્યા ઉપર ભરતી કરવામાં આવી છે આ ફોર્મ ભરવાની મુદત 30 એપ્રિલ સુધીની હતી જોકે ધોરણ 12 અને ગ્રેજ્યુએટ ના બાકી રહેલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે 26 ઓગસ્ટ થી 9 સપ્ટેમ્બર સુધી તો અપાય છે Lrd psi bharti 2024 gujarat news
સબ ઇન્સ્પેક્ટર ની ભરતી પરીક્ષા કયા મહિનામાં?
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અંદાજિત સમય પત્રક મુજબ ભરતીની શારીરિક કસોટી નવેમ્બર ડિસેમ્બરમાં યોજાય છે ત્યારે તેનો પરિણામ જાન્યુઆરીમાં આવશે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની લેખિત પરીક્ષા જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં લેવાશે તેનું પરિણામ માર્ચમાં આવશે સમગ્ર ભરતી નું આખરી પરિણામ સપ્ટેમ્બર 2025 માં જાહેર થઈ શકે છે.
આ પણ વાંચો…
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંદાજિત સમય પત્રક
- જાહેરાત 13 3 2024
- ઓનલાઇન અરજી સ્વીકારવા માટેનો સમયગાળો 4 4 2024 થી 30 4 2024
- ફી ભરવાની છેલ્લી તારીખ 7 5 2024
- ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટ બાકી રહેલ ઉમેદવાર માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ સપ્ટેમ્બર 2024
- શારીરિક કસોટી નવેમ્બર ડિસેમ્બર 2024
- શારીરિક કસોટી પરિણામ જાન્યુઆરી 2025
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરીક્ષા
- લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી 2025
- લેખિત પરીક્ષાના પેપર એક OMR સ્કેનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા ફેબ્રુઆરી 2025
- લેખિત પરીક્ષાના પેપર એક ના રીચેકિંગ ફેબ્રુઆરી 2025
- લેખિત પરીક્ષાના પેપર 1 નું પરિણામ માર્ચ 2025
- લેખિત પરીક્ષાના પેપર બે ચકાસણી કામગીરી માર્ચ થી જુલાઈ 2025
- લેખિત પરીક્ષાના પેપર 2 ના ગુણ જાહેર કરાવો ઓગસ્ટ 2025
- લેખિત પરીક્ષા ના રીચેકિંગ માટે ઓગસ્ટ 2025
- લેખિત પરીક્ષાનું પરિણામ ઓગસ્ટ 2025
- દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 2025
- પરિણામ જાહેર કરવા માટે સપ્ટેમ્બર 2025
- વાંધો મંગાવા માટે સપ્ટેમ્બર 2025
- આખરી પરિણામ જાહેર કરવા માટે સપ્ટેમ્બર 2025
લોકરક્ષક માટે પરીક્ષા ક્યારે યોજાશે? Lrd psi bharti 2024 gujarat news
આવી જ રીતે લોકરક્ષક કેદારની ભરતી માટેની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025 માં યોજાઇ શકે છે જ્યારે તેનું પરિણામ એપ્રિલ 2025 માં અને દસ્તાવેજ ચકાસણી એપ્રિલ 2025 માં યોજાઇ શકે છે આ અંગેનું આખરી પરિણામ મેં 2025 સુધીમાં આવી શકે છે
નવા નિયમ સાથે યોજાશે પરીક્ષા Lrd psi bharti 2024 gujarat news
- આ વખતે પોલીસ ભરતી નવા નિયમ સાથે થશે જે પ્રમાણે કસોટીમાં ઉમેદવારના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં જે સિવાય કસોટી હવે ફક્ત કવોલીફાઈંગ રહેશે અને તેના ગુણ આપશે નહિ અને શારીરિક કસોટીમાં થયેલા તમામ ઉમેદવ ત્યારબાદ ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઇ શકશે એમસીક્યુ ટેસ્ટ પેપર લેવાશે
- શારીરિક કસોટી બાદ અગાઉ ઉમેદવારને બે કલાકની 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ આપવાની રહેશે એમસીક્યુ ટેસ્ટ નું એક જ પેપર આવશે આ પેપર ભાગ એ અને ભાગ-૨ માં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે જુના પરીક્ષાના નિયમોના વિષયો પૈકી સાયકોલોજી આઇપીસી સીઆરપીસી એવિડન્સ જેવા વિષયો અને હવે રદ કરવામાં આવશે
કયા પદ પર કેટલી ભરતી થશે?
ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં 12,472 પદો પર ભરતી કરવામાં આવશે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં 4,422 અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પદ માટે ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે જેમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મી ની ભરતી થશે