વરસાદના લીધે થયેલ નુકસાન થી ખેડૂતોને મળશે હવે 22,000 ની સહાય જાણો કોને મળશે

સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. ખરીફ ઋતુમાં પાકને થયેલા નુકસાન માટે સરકાર ખેડૂતોને આર્થિક સહાય આપવાની છે. આ સહાય પાકના પ્રકાર અને નુકસાનના પ્રમાણ અનુસાર આપવામાં આવશે Krushi Rahat Package 2024

ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ખેડૂતો માટે પાક વીમા સહાય યોજના જાહેર કરી છે તેમાં કુલ ₹22,000 હેક્ટર દીઠ ૨૦ હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે જેમાં કુલ નવ જિલ્લા અને 45 તાલુકા અને સહાય આપવામાં આવશે

સરકારી સંસ્થામાં આઇપીઆર અમદાવાદમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ભરતી

સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ કઈ પરિસ્થિતિમાં કેટલી મળશે સહાય?

બિનપિયત પાક: જો તમારા બિનપિયત પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો તમને પ્રતિ હેક્ટર રૂ. 11,000 મળશે.
વર્ષાયુ અથવા પિયત પાક: જો તમારા વર્ષાયુ અથવા પિયત પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો તમને પ્રતિ હેક્ટર રૂ. 22,000 મળશે.
બહુવર્ષાયુ બાગાયતી પાક: જો તમારા બહુવર્ષાયુ બાગાયતી પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો તમને પ્રતિ હેક્ટર રૂ. 22,500 મળશે.

ખેડૂતો માટે રાહત પેકેજ કોણ લાભ લઈ શકે? Krushi Rahat Package 2024

  • ગુજરાતના જે ખેડૂતોએ ખરીફ 2024-25 ઋતુમાં પાક લીધો હોય અને તેમના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

ખેડૂતો માટે રાહત પેકેજ કેવી રીતે લાભ લેવા: Krushi Rahat Package 2024

  • આ માટે ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રક્રિયાને અનુસરવી પડશે. જેમાં નુકસાનના પુરાવા રજૂ કરવા અને અન્ય જરૂરી દસ્તાવેજો ભરવાનો સમાવેશ થાય છે.

અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે

ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતનમુનાની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે.

Leave a Comment