ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેતપેદાશોનું ઉત્પાદન વધારવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે રાજ્યમાં Khetivadi New Yojana 2024
ખેડૂતોની વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે આ પોર્ટલ દ્વારા ખેડૂતો સરળતાથી ખેતીવાડીની યોજનાઓ પશુપાલન યોજનાઓની બાગાયતી ની યોજનાઓ વગેરે તમામ ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી અને લાભ મેળવી શકે છે જેમાં ખેડૂતોને વાવણી કરવા માટે ખેડાણ કરવા માટે એક અન્ય ઉપયોગ માટે સાધનોની ખરીદી પર સબસીડી પણ આપવામાં આવે છે જેથી ખેડૂતો ઓછા ભાવે ખરીદી કરીને ખેતીમાં અવનવી પદ્ધતિનો ઉપયોગ કરી શકે
ખેતીવાડી વિભાગ દ્વારા પશુ સંચાલિત વાવણીયો નામની યોજનાઓ ચલાવવામાં આવે છે પશુ સંચાલિત વામણીઓ સાધન સહાય પશુપાલકો તથા ખેડૂતોને આપવામાં આવે છે આ યોજનાનો લાભ કોને મળે કેવી રીતે મળશે તેમાં કયા કયા દસ્તાવેજો જોઈશે તે આ આર્ટિકલ દ્વારા સમજશું
પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના નો હેતુ Khetivadi New Yojana 2024
ગુજરાત રાજ્યમાં જંગલી પર્વતીય વિસ્તારમાં કે અન્ય કોઈપણ સ્થળો પર વસવાટ કરતા હોય અને જેવો હાલમાં પણ પશુ સંચાલિત ખેતી કરતા હોય તેઓની સાધન સહાય આપવાનો ઉદ્દેશ છે નાના સીમંત અને મહિલા ખેડૂતો જો પશુ આધારિત વાવણી કરતા હોય તો પશુ સંચાલિત વામણીઓ આપવામાં આવશે આ સહાય યોજના પર 40% થી 50% સુધીની સબસીડી આપવામાં આવશે
પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના ની પાત્રતા Khetivadi New Yojana 2024
- અરજદાર નાના સીમાંત અને મહિલા ખેડૂત હોવા જોઈએ
- ખેડૂત અરજદાર આર્થિક રીતે નબળા ઓબીસી એસી એસટી જનરલ જ્ઞાતિઓને આ યોજનાનો લાભ મળશે
- ખેડૂત જમીન રેકોર્ડ અથવા ટ્રાઇબલ લેન્ડ કે વન
- અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવું જોઈએ
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના મેળવવાની શરતો
- ગુજરાત સ્ટેટ પોર્ટલ આઇ ખેડૂત પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે
- આ યોજનાનો લાભ નાના સીમાંત અને મહિલા ખેડૂતને મળશે
- લાભાર્થી ખેડૂતે વિભાગ દ્વારા પેનલમાં સમાવેશ કરેલ હોય તેવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી
- ખેડૂતે ખરીદી કરવાની રહેશે
પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના માં મળવા પાત્ર લાભ Khetivadi New Yojana 2024
ગુજરાત રાજ્યના નાના સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતોની જાતિ આધારિત કુલ ખર્ચના 40% અને 50% અથવા રૂપિયા 8000 અને 10000 બે માંથી જે ઓછું હોય તે લાભાર્થીને મળવાપાત્ર છે
પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના માટેના જરૂરી દસ્તાવેજો
આઇ ખેડૂત પોર્ટલ દ્વારા વર્તમાન વર્ષમાં સરકારની નવી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે જેમાં આ સહાય યોજના માટે ફોર્મ ભરવા માટે નીચે પ્રમાણેના દસ્તાવેજોની જરૂર પડશે
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- આઇ ખેડૂત પોર્ટલ 7/12 8A
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ (જો હોય તો)
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જોવુ હોય તો)
- જમીનના 7 /12 અને 8A માં સંયુક્ત ખાતેદારના કેસમાં અન્ય હિસ્સેદારના સંમતિ પત્રક
પશુ સંચાલિત વાવણીયો સહાય યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
પશુ સંચાલિત વાવણીયો યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે ખેડૂતોએ ગ્રામ પંચાયતમાંથી તાલુકાઓની કચેરીમાંથી ઓનલાઇન વર્ક તથા કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસેથી ઓનલાઇન એપ્લિકેશન કરાવી પડશે જે નીચે પ્રમાણે છે
- સૌપ્રથમ આઇ ખેડુત પોર્ટલ સત્તાવાર વેબસાઈટ ખોલો
- ખેડૂત યોજના માટેની વેબસાઈટ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરો
- ખેતીવાડીની યોજનાઓ ઓપન કર્યા બાદ જ્યાં પશુ સંચાલિત વામણીઓ પર ક્લિક કરવાનું રહેશે
- જેમાં પશુ સંચાલિત વામણીઓમાં અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
- નવા પેજ પર તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો જેમાં જો પહેલા રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરીને આગળ ઓનલાઇન અરજી કરવાની રહેશે
- લાભાર્થી ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓનલાઇન અરજી કરવાની રહેશે
- લાભાર્થી એ ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા પછી એપ્લિકેશન સેવ કરવાની રહેશે
- ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા પછી
- ઓનલાઇન અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં
- ખેડૂત ઓનલાઈન અરજી નંબરના આધારે યોજનાની પ્રિન્ટ મેળવી શકશે આ પ્રિન્ટના આધારે ભવિષ્યમાં યોજનાનો લાભ મેળવી શકે છે