IBPS PO Notification 2024: The Institute of Banking Personnel Selection દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમારા માટે 3000 ની જગ્યા પર બેન્કિંગ સેકટર માં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તમારા માટે સારી તક છે નોકરી મેળવવાની.
આ લેખમાં અમે તમને Probationary Officer/ Management Trainee (PO/MT) માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેના વિષે માહિતી અપીશું.
IBPS PO Notification 2024 વિગત
IBPS એ 3000+ થી વધુ પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની (PO/MT)ની ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. નોકરી મેળવવાની આ એક સારી તક છે જે તમને ભારતની મુખ્ય બેંકોમાંથી એકમાં તમારી કારકિર્દી બનાવી હોય તો તમારા માટે આ એક સારો ચાન્સ છે .
ઓનલાઇન અરજી કરવા માટે તમારે 01 ઓગસ્ટ 2024 થી આવેદન પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. IBPS ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને તમે આવેદન કરી શકો છો.
IBPS પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની (PO/MT) ની જગ્યા
IBPS બેન્કિંગ માટેની ભરતીમાં કુલ 3000 થી વધુ જગ્યા ઉપર આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે વિદ્યાર્થીઓ બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવા માંગતા હોય તેમના માટે આ સારી તક છે. તેઓ 01 ઓગસ્ટ 2024 થી ઓનલાઇન આવેદન કરી શકે છે.
IBPS Probationary Officer/ Management Trainee (PO/MT) – Age Limit
IBPS PO ભરતી માટે વય મર્યાદા 20 વર્ષથી 30 વર્ષની રાખવામાં આવી છે. વય મર્યાદા ની ગણતરી એક વર્ષ 2024 મુજબ કરવામાં આવશે. ઓફિસિયલ નોટિફિકેશન વાંચીને અમુક વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે તેની જાણકારી મેળવી લેવી.
IBPS પ્રોબેશનરી ઓફિસર/મેનેજમેન્ટ ટ્રેઇની (PO/MT) માટે અરજી ફી :
IBPS PO ભરતી 2024 માટેની અરજી ફી આ રીતે નક્કી કરવામાં આવી છે. ઓનલાઈન મોડમાં ફી ચૂકવી શકાય છે.
- જનરલ, OBC, અને EWS કેટેગરી માટે રૂ. 850/- નક્કી કરવામાં આવી છે,
- SC, ST, અને PWD ઉમેદવારો માટે અરજી ફી રૂ. 175/-. એપ્લિકેશન ફી નક્કી કરવામાં આવી છે.
IBPS PO Notification 2024 – Selection Process:
તમે આ ભરતીમાં પાસ થાઓ છો નીચે આપેલ પ્રક્રિયા મુજબ પસંદગી કરવામાં આવે છે .
- Prelims Written Exam
- Mains Written Exam
- Interview
- Document Verification
- Medical Examination
IBPS PO Notification 2024 – Exam Pattern:
Prelims માટે
IBPS PO ભરતીમાં 100 માર્ક્સ ની પરીક્ષા આવશે જેમાં 30 માર્કસનું ઇંગલિશ હશે, 35 માર્કસનું quantitative aptitude હશે અને 35 માર્કસ નું રીઝનીંગ હશે.
Mains માટે
- કોમ્પ્યુટર અને રીઝનીંગ 60 માર્ક્સનું હશે અને તેમાં 45 પ્રશ્નો હશે.
- જનરલ ઇકોનોમિક અને બેન્કિંગ 40 માર્ક્સનું હશે જેમાં 40 પ્રશ્નો હશે.
- ઇંગ્લિશ લેંગ્વેજ 40 માર્ક્સનું હશે જેમાં 35 પ્રશ્નો હોય છે.
- ડેટા એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશન 60 માર્ક્સ નું હશે જેમાં 35 પ્રશ્નો હશે.
- અંગ્રેજી લેંગ્વેજમાં લેટર રાઇટીંગ અને Essay 25 માર્ક્સના હશે જેના માટે 30 મિનિટનો સમય આપવામાં આવશે.
શું તમે ISROમાં નોકરી મેળવવા માંગો છો? ISRO ભરતી 2024 અરજી ફોર્મ ચાલુ થઇ ગયા છે
IBPS PO Notification 2024 – How to Apply ?
- સૌથી પહેલા તમારે IBPSની અધિકૃત વેબસાઇટ, ibps.in પર જવું પડશે.
- હોમ પેજ પર તમને CRP PO/MT લિંક મળશે. આ લિંક પર ક્લિક કરો.
- અહીં તમને IBPS PO ભરતી 2024નું વિગતવાર નોટિફિકેશન મળશે. આ નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચો અને પછી ઓનલાઇન એપ્લાય લિંક પર ક્લિક કરો.
- એપ્લાય લિંક પર ક્લિક કર્યા બાદ તમારે નવી નોંધણી કરવાની રહેશે. આ દરમિયાન તમારે તમારું નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી વગેરે જેવી જરૂરી માહિતી ભરવાની રહેશે.
- નોંધણી પૂર્ણ કર્યા બાદ તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત, અનુભવ (જો કોઈ હોય તો), અને અન્ય જરૂરી માહિતી ભરવાની રહેશે.
- એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ તમારે તમારા જરૂરી દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ સાઈઝનો ફોટો, સહી, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો વગેરે અપલોડ કરવાના રહેશે.
- એપ્લિકેશન ફોર્મ સબમિટ કરતા પહેલા તમારે નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. તમે ઓનલાઇન અથવા ઓફલાઇન પદ્ધતિથી ફી ચૂકવી શકો છો.
- બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે એક પ્રિન્ટઆઉટ કાઢી ને સાચવી રાખવી.
નોકરીની જાહેરાતઃ અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો