Gujarat Weather: હવામાન વિભાગે 5 દિવસની આપી ચેતવણી- સુરત, વડોદરા સાથે આ 18 જિલ્લામાં પડી શકે વરસાદ

ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ, વલસાડમાં આગામી 5 દિવસ માટે માધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather

ગુજરાતમાં વરસાદ લોકોને રાહત આપે એમ લાગતું નથી, ચોમાસુ આવ્યા પછી લગાતાર ગુજરાતમાં વરસાદ ચાલુ જ રહ્યો છે. લગાતાર અલગ અલગ જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે.

હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ આઈએમડીબી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વલસાડ તેમજ મહેસાણામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વિસ્તારમાં આજે વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તેમજ અમદાવાદમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવે છે. આ પછી હળવો વરસાદ 15 જુલાઈ સુધી ચાલુ રહે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના દર્શાવવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી થી 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 27 ડિગ્રી ની આસપાસ રહી શકે છે.

સારાંશ 

આ લેખમાં અમે તમને ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે તેમજ કયા કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વિગતવાર માહિતી આપી છે. તમે પણ વરસાદની આગાહી વિશેની અપડેટ મેળવવા માંગતા હોય તો વારંવાર varsadniagahi.com વેબસાઈટની મુલાકાત લેતા રહો.

Leave a Comment