બંગાળાની ખાડીમાં સર્જાયેલો લો પ્રેસર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે
ગુજરાતમાં 25 ઓગસ્ટની આસપાસ આવેલી ડિપ્રેશન ની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત વડોદરા દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી
આ સિસ્ટમ કચ્છ પરથી આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી હતી અને આ વર્ષનું અસના નામનું વાવાઝોડું બન્યું હતું હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ એક ભાગ્યે જ બનતી ઘટના હતી સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં વાવાઝોડાં સર્જાતા નથી
હાલ બંગાળાની ખાડીમાં બનેલીયા ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે
તો આ સિસ્ટમ કઈ તરફ જશે ક્યા રાજ્યને વધારે અસર કરશે અને ગુજરાતમાં તેની અસર થશે કે નહીં તેના વિશે આપણે અહીં માહિતી મેળવશું
ગુજરાતમાં ચોમાસુ આવતા સિંહો ગીરનું જંગલ છોડીને ગામડા તરફ કેમ આવે છે?
એશિયામાં આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડુ યાગી ચીન પર થઈને વિયેતનામ પર ત્રાટક્યું.
બંગાળાની ખાડી ની મજબૂત સિસ્ટમ કઈ તરફ જશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 9 સપ્ટેમ્બર ના રોજ તે ઓડિશાના પુરીના દરિયાકાંઠેથી જમીન પર આવશે અને આગળ વધશે અને ભારતના કેટલાક રાજ્યો પર તેની અસર જોવા મળશે
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ ડીપ ડિપ્રેશન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ૯ સપ્ટેમ્બરના બપોર સુધીમાં તે છ કલાકમાં આઠથી દસ કિલોમીટર આગળ વધ્યું હતું હાલ તે ઓડિશા અને આંધ્રપ્રદેશ દરિયાકાંઠા નજીક છે
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 9 સપ્ટેમ્બર ના રોજ તે ઓડીસા ના પૂરી ના દરિયાકાંઠેથી જમીન પર આવશે અને આગળ વધશે અને ભારતના કેટલાય રાજ્યો પર તેની અસર જોવા મળશે
આ 5 કારણોસર PM કિસાનનું રજીસ્ટ્રેશન અટક્યું, આજે જ કરો સુધારો, નહીં તો ખાતામાં ₹2000 નહીં આવે.
ઓડિશા પર આસિસ્ટમાં આવ્યા બાદ ત્યાં આગળ વધીને આગામી 24 કલાક સુધીમાં છત્તીસગઢ પર પહોંચે તેની સંભાવના દેખાઈ રહી છે જે બાદ તે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે
- આ સિસ્ટમ છત્તીસગઢ થી આગળ વધીને ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ પર પહોંચશે અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે જોકે ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી સંભાવના છે
- આ સિસ્ટમ ગુજરાત પર તાજેતરમાં આજ આવેલી સિસ્ટમની જેમ લાંબો સમય સુધી મજબૂત રહે તેવી સંભાવના ખુબ ઓછી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ 55 કિમી પ્રતિ કલાક થી લઈને 75 કિ.મી પ્રતિ કલાક સુધીની છે
આ સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતા નથી એટલે કે તે મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે જો કે તેમ છતાંય રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે
ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ તેલંગણા અને ઝારખંડમાં આ સિસ્ટમને લઈને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે
વડોદરામાં આટલું ભયંકર પૂર કેમ આવ્યું હતું કે દિવસો સુધી પાણી ભરાઈ રહ્યા
અમદાવાદને સ્પંજ સીટી બનાવીને શહેરમાં વરસાદનું પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ આવશે?
ગુજરાતમાં ફરીથી વધશે વરસાદનું પ્રમાણ?
ગુજરાત રાજ્ય અને દીવ દમણ દાદરા નગર હવેલીની 14/ 9 /2024 માટે ભારે વરસાદની ચેતવણી
- ગુજરાતમાં હાલ વરસાદને લઈને બે પ્રકારની સ્થિતિ છે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ છે અને તડકો નીકળી ગયો છે
- હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે પરંતુ હવે અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો નથી
- બંગાળાની ખાડી ની સિસ્ટમ આગળ વધીને જ્યારે મધ્યપ્રદેશ પર પહોંચશે ત્યારે ગુજરાતમાં તેની થોડી અસર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે
- હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રીજનમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે
- ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ સુરત ભરૂચ તાપી, વડોદરા નર્મદા દાહોદ છોટા ઉદયપુર પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા આણંદ તથા ખેડા જિલ્લામાં ફરીથી વરસાદનું પ્રમાણ થોડું વધતું જોવા મળી શકે છે આ જિલ્લાઓના કોઈ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે
- અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા મહેસાણા પાટણ મોરબી સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવા થી મધ્ય પ્રકારનો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે
- હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ પર જશે જો તે ગુજરાતની વધારે નજીક આવે તો કેટલાક વધારે જિલ્લામાં વરસાદ પડી શકે છે
- ગુજરાતમાં ચોમાસુ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સરેરાશ કરતા 49% જેટલો વધારે વરસાદ થયો છે અને સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરમાં થયો છે