ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૃહ વિભાગ ના નિયમન હેઠળ નિયામક ન્યાય સહાય વિજ્ઞાનન ની કચેરી હેઠળ વિવિધ તાંત્રિક સંરર્ગો માટે ભરતી નું નોટિફિકેશન બહાર પાડેલું છે GSSSB Recruitment 2024
ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવાર માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ઉપલબ્ધ રહી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ગૃહ વિભાગ ના નિયમન હેઠળ ના નિયામક ન્યાય સહાય વિજ્ઞાનન કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક માટે ભરતી અરજી પ્રક્રિયા ચાલી રહી છે ઓનલાઇન અરજી પ્રક્રિયા 15 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે ત્યારબાદ પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા શરૂ થશે જેની તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા એક ચોક્કસ પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવેલી છે આજના લેખમાં પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા વિશેની જાણકારી આપવામાં આવી રહી છે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટેની પરીક્ષા પદ્ધતિ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવાર પાસેથી ઓનલાઇન અરજીઓ માંગવામાં આવેલી છે ત્યારે ઓનલાઇન અરજી પ્રક્રિયા ચાલી રહી છે આ ભરતી માટે ચોક્કસ પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવેલી છે
જો પરીક્ષાની વાત કરીએ તો આ ભરતી માટે બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં એક ભાગમાં એમસીક્યુ પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે રજીસ્ટર થયેલા ઉમેદવારની સંખ્યાને આધારે એક સેશન અથવા તો મલ્ટી સેશનમાં લેવામાં આવશે મલ્ટિફિકેશન નો પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલિંગ પદ્ધતિનું મૂલ્યાંકન કરવામાં આવશે પરીક્ષા part A અને Part B બે ભાગમાં લેવામાં આવશે અહીં ખાસ પૂર્વક ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નપત્ર નું લેવલ શૈક્ષણિક લાયકાતને અનુકૂળ રહેશે
part A પરીક્ષા
- તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશન ના 30 ગુણ રહેશે
- ગાણિતિક કસોટીઓ ના 30 ગુણ રહેશે
- કુલ ગુણ 60 રહેશે
Part B પરીક્ષા
- ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી માટે 30 ગુણ રહેશે
- સંબંધિત વિશે અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નોના 120 માર્ક રહેશે
- કુલ ગુણ 150 રહેશે
પરીક્ષા અંગે મહત્વની જાણકારી
- part A માં કુલ 60 પ્રશ્નો અને part B માં કુલ ૧૫૦ પ્રશ્નો એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે બંને part માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાકનો સમયગાળો મળવા પાત્ર રહેશે
- બંને પાર્ટ નું સ્વતંત્ર ક્વોલીફાયરિંગ સ્ટાન્ડર્ડ હશે
- સ્પર્ધાત્મક પરીક્ષા પાર્ટ A માટે ન્યુનતમ ગુણવત્તા ધોરણ 40% અને પાર્ટ B ધોરણ ૪૦ ટકા રાખવામાં આવેલી છે તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે ૪૦ ટકા માર્ક કરતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહી પરીક્ષાના બંને પાર્ટમાં ન્યુનત્તમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યા ના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક ગણવામાં આવશે
- જે તે જાહેરાત અન્વયે મંડળ દ્વારા તે સંવર્ગ ની એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે
- અેમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના 1/4 માર્ગ ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે
- કોઈ કારણોસર પ્રયત્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલા પ્રશ્નોના ગુણભાર મુજબ ગણતરી કરવામાં આવશે
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોને ઉગતો સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવનાર ગુણના મેરીટ ના આધારે કેટેગરી પાઇપ ભરવાની થતી જગ્યા ની વિગતોને ધ્યાનમાં લઈને સામાન્ય વહીવટ વિભાગ ના તારીખ 27 7 2018 ના ઠરાવ ક્રમાંક પી એસ સી ની જોગવાઈઓને ધ્યાનમાં લઈને પસંદગી પ્રક્રિયાની યાદી તૈયાર કરવામાં આવશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ઓનલાઇન અરજી કરવા માટે ઇચ્છિત ઉમેદવારો એ પહેલા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- ત્યારબાદ ઓનલાઇન અરજીમાં એપ્લાય પર ક્લિક કરી અને GSSSB સિલેક્ટ કરવાનું રહેશે
- ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરી હોય એના પર ક્લિક કરીને એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ માનવામાં આવેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ભણવાની રહેશે
- છેલ્લે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢવાની રહેશે