Apple Watch Series 10 એ અત્યાર સુધીના સૌથી મોટા ડિસ્પ્લે સાથે સ્વાસ્થ્ય સુવિધાઓ, મળ્યું સૌથી ઝડપી ચાર્જિંગ Apple Watch Series 10 લૉન્ચ કરી: Appleએ તેની મેગા ઇવેન્ટમાં નવી વૉચ 10 સિરીઝ લૉન્ચ કરી છે. આ નવી વૉચ 10 સિરીઝની ડિઝાઇન એકદમ સ્ટાઇલિશ છે જે લોકોને ખૂબ પસંદ આવી શકે છે.
Apple Watch મુખ્ય ફીચર્સ:
- ડિઝાઇન: Apple Watch Series 10 સૌથી પાતળી ડિઝાઇન ધરાવે છે, અને તે એલ્યુમિનિયમ એલોય તેમજ નવી પોલિશ્ડ ટાઇટેનિયમ ફિનિશમાં ઉપલબ્ધ છે, જેને કારણે તે પાતળી અને હલકી છે.
- ડિસ્પ્લે: પહેલીવાર, આ વોચમાં વાઈડ-એંગલ OLED ડિસ્પ્લે છે, જે મોટા વ્યૂ એંગલમાં પણ ક્લિયર છે. તેની સ્ક્રીન Apple Watch Ultra કરતાં મોટી છે.
બેટરી લાઇફ: 18 કલાકની બેટરી લાઇફ ધરાવે છે, અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે માત્ર 30 મિનિટમાં 80% બેટરી ચાર્જ કરી શકાય છે. - S10 ચિપ: નવી S10 ચિપ, 4-કોર ન્યુરલ એન્જિન સાથે, અને ઘણી નવી સુવિધાઓ સાથે OS 10 પર ચાલે છે.
- હેલ્થ ફીચર્સ: Sleep Apnea ડિટેક્શનની ક્ષમતા ધરાવે છે, જે આ રોગના નિદાનમાં મદદરૂપ છે.
- આરોગ્ય અને ફિટનેસ: વિદેશી શ્વાસની તપાસ, હાર્ટ રેટ મોનિટરિંગ, ઈમરજન્સી SOS, અને ઘણા હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ.
સોની 310MP ગજબ કેમેરા અને 7500 mAh બેટરી સાથેનો નવો ફોન આવી ગયો
Apple Watch કિંમત કેટલી છે
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કંપનીએ એપલ વોચ સીરીઝ 10નું જીપીએસ મોડલ યુએસમાં $399ની કિંમતમાં લોન્ચ કર્યું છે. કંપનીએ તેના GPS + સેલ્યુલર મોડલની કિંમત $499 રાખી છે.